રસમ આવી નિભાવી દે,
ગઝલ મારી રચાવી દે.
મને ના ગણ ભલે કાયમ,
પ્રેમ તો આ નભાવી દે.
સમય તારો, હમેંશા છે,
સમય મારો સજાવી દે.
હમેંશા તું જ છે આગળ,
મઝલ મારી કપાવી દે.
સમય તો સતત જીતે છે,
સમયને તું હરાવી દે.
અપેક્ષા જીંદગીભર ક્યાં છે,
ફરજ થોડી નિભાવી દે.
લખે છે ખુદ જે ખુદા એ,
કફન કાં તું, લખાવી દે!
🌷સુપ્રભાત 🌷